અવધપુરીના ધામમાં ભગવાન શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થયો,અયોધ્યામાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયો છે,સૌ ભારતીયો હિન્દુઓની 500 વર્ષથી વધુની રાહ પૂરી થઈ.રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલા બિરાજમાન થયા,વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંઘ સરચાલક ભાગવત,રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગી અભિષેકની વિધિમાં યજમાન બન્યા હતા.સૌની ઉપસ્થિત વચ્ચે રામ લલ્લાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યુ છે.