સપ્તાહના પ્રારંભે આજે મંગળવારે શેરબજાર મંગળમય રીતે સકારાત્મક ખુલ્યું હતું.બજારને સારા વૈશ્વિક સંકેતોથી સપોર્ટ મળી રહ્યો છે.ઉપરાંત,ડિસેમ્બર ક્વાર્ટરમાં ઉત્કૃષ્ટ પરિણામોને કારણે,ICICI બેન્ક સહિત અન્ય શેર્સમાં ઘણી ખરીદી છે.જેના કારણે સેન્સેક્સ 500 પોઈન્ટ વધીને ખુલ્યો હતો,નિફ્ટી પણ શરૂઆતના કારોબારમાં 21700ને પાર કરી ગયો હતો.આઈટી,ફાર્મા અને બેંકિંગ સેક્ટરમાં ખરીદી જોવા મળી તો મીડિયા સેક્ટરમાં જોરદાર વેચવાલી જોવા મળી.અગાઉ શનિવારે તે 259 પોઈન્ટ ઘટીને 71,423 પર બંધ થયો હતો.