સંરક્ષણ ક્ષેત્રમાં સંપૂર્ણ આત્મનિર્ભર બનવાના ભારતના પ્રયાસમાં ટૂંક સમયમાં વધુ એક સિદ્ધિ ઉમેરાવા જઇ રહી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DDO) આ વર્ષે માર્ચ સુધીમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની નિકાસ શરૂ કરશે. ડીઆરડીઓના વડા સમીર વી.કામતે પોતે આ વાતની પુષ્ટિ કરી છે.
DRDOના વડાએ કહ્યું કે 307 ATAGS બંદૂકો ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ સિસ્ટમ્સ જેવી ખાનગી ક્ષેત્રની કંપનીઓ દ્વારા બનાવવામાં આવી રહી છે. તેમના માટે પણ આ નાણાકીય વર્ષના અંત સુધીમાં વિદેશથી ઓર્ડર આવી શકે છે.
એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા તેમણે કહ્યું કે DRDO આગામી 10 દિવસમાં આ મિસાઈલોની ગ્રાઉન્ડ સિસ્ટમની નિકાસ શરૂ કરશે. આટલું જ નહીં, DRDO દ્વારા વિકસિત 307 ATAGS બંદૂકો અને જેનું નિર્માણ ખાનગી ક્ષેત્રની કંપનીઓ જેમ કે ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ દ્વારા કરવામાં આવી રહી છે તેના ઓર્ડર પણ આ નાણાકીય વર્ષના અંત સુધીમાં વિદેશથી આવી શકે છે.