અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અવસર પર મીરા રોડમાં આયોજિત શોભાયાત્રા પર પથ્થરમારો કર્યા બાદ નવા નગર વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. રવિવારથી શહેરમાં જે તણાવ ચાલી રહ્યો હતો જે હવે શાંત થઇ ચુક્યો છે. જોકે શહેરમાં પોલીસ બંદોબસ્ત યથાવત છે. પોલીસે ઉપદ્રવીઓની ધરપકડ શરૂ કરી છે. 22 જાન્યુઆરીથી કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ 12 કેસ નોંધ્યા છે અને 28 અસામાજિક તત્વોની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર ધાર્મિક નફરત ફેલાવવા બદલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ બે કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ત્યારે હવે મીરાં રોડના નવા નગર વિસ્તારમાં હિંસા બાદ હવે શાંતિનો માહોલ છે. પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં સ્થિતિ હવે શાંતિપૂર્ણ અને નિયંત્રણમાં છે.સાથે જ પોલીસે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયો નકલી છે. પોલીસે કહ્યું છે કે આવા વીડિયો ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મુંબઈના મીરા રોડ પર 21 જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ મહારાષ્ટ્ર સરકારે બુલડોઝિરની કાર્યવાહી કરી હતી. મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંગળવારે થાણે જિલ્લાના મીરા રોડ પર હૈદરી ચોક ખાતે લગભગ 15 ઇમારતોના ગેરકાયદેસર દબાણોને તોડી પાડ્યા હતા. આ બુલડોઝર મીરા રોડ પર હિંસાના મામલામાં આરોપીઓ વિરુદ્ ચલાવવામાં આવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર મીરા રોડમાં આયોજિત શોભાયાત્રા પર પથ્થરમારો કર્યા બાદ નવા નગરમાં હિંસા ફાટી નીકળી હતી. રવિવારથી શહેરમાં જે તણાવ ચાલી રહ્યો હતો. ત્યારે હવે સોશિયલ મીડિયા પર ધાર્મિક નફરત ફેલાવવા બદલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ બે કેસ નોંધવામાં આવ્યા છે.