“પ્રતિસ્પર્ધા પ્રત્યે ઇર્ષ્યા ભાવ ના રાખો, જાત સાથે પ્રતિસ્પર્ધા કરો “- PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ પરીક્ષા પર ચર્ચાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દિલ્હીના ભારત મંડપમ,આઈટીપીઓ,પ્રગતિ મેદાન ખાતે યોજાયો હતો. પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં દેશભરની શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોને અનેક ગુરુમંત્રો આપ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે અન્ય સાથે સ્પર્ધા સ્વસ્થ હોવી જોઈએ. મિત્રો પ્રત્યે ઈર્ષ્યાની ભાવના ન હોવી જોઈએ. વધુમાં પીએમએ કહ્યું કે તેણે અન્ય લોકો સાથે સ્પર્ધા કરવી ન જોઈએ. પરંતુ પોતાની જાત સાથે સ્પર્ધા કરવી જોઇએ. જો તે કોઇ વિષયમાં પારંગત હોય તો અન્યની મદદ કરો અને જે વિષયમાં તે પારંગત છે તો તેમાં તેની મદદ લો. આ સાથે બંને એકસાથે પરીક્ષાના તણાવને દૂર કરી શકે છે.
વડાપ્રધાને શિક્ષકોને શું કહ્યું ?
તો આ તરફ તણાવ મુક્ત કરવા વડાપ્રધાને શિક્ષકોને તાંકીને કહ્યુ કે જો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ શરૂઆતથી પરીક્ષાના સમય સુધી સતત વધતો રહે તો વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તણાવનો સામનો કરવો પડતો નથી. વધુમાં વડાપ્રધાને કહ્યુ કે શિક્ષકોએ માત્ર અભ્યાસક્રમ સુધી જ વિદ્યાર્થીઓ સાથે સિમીટ ના રહેવુ જોઇએ પરંતુ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ એવો હોવો જોઈએ કે વિદ્યાર્થી શિક્ષક સાથે નાની-નાની સમસ્યાઓ પર પણ ચર્ચા કરતા અચકાય નહીં.
વડાપ્રધાને બાળકોને શું ગૂરૂમંત્ર આપ્યો ?
પીએમ મોદીએ વિદ્યાર્થીઓને ટાઈમ મેનેજમેન્ટ પ્રત્યે હંમેશા સભાન રહેવાની સલાહ આપી હતી.વડાપ્રધાન મોદીએ કહ્યુ પરીક્ષા હોય કે ન હોય તમારે તમારું કામ સમયસર પૂરું કરવું જોઈએ. તેમણે કહ્યું કે કામ કરતી વખતે ક્યારેય થાક ન અનુભવવો જોઈએ. કામ કરવાથી સંતોષ મળે છે.
વડાપ્રધાને માતા-પિતાને શું સુચન કર્યું ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે માતાપિતાએ બાળકો પર બિનજરૂરી દબાણ ન કરવું જોઈએ. પરિક્ષા પે ચર્ચા 2024 દરમિયાન એક પ્રશ્નનો જવાબ આપતા પીએમએ કહ્યું કે પરિવારો દ્વારા બાળપણથી જ બાળકની અન્ય સાથે સરખામણી કરવામાં આવે છે જે તેમના મનમાં રહી જાય છે. વડાપ્રધાને કહ્યુ કે હું માતાપિતાને વિનંતી કરું છું કે તેઓ તેમના બાળકોની અન્યની સિદ્ધિઓ સાથે તુલના ન કરે.
ઉલ્લેખનીય છે કે પરીક્ષા પે ચર્ચા પહેલા પ્રધાનમંત્રીએ ભારત મંડપમ ખાતે એક પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતુ. પીએમ મોદીએ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યુ હતુ.PM એ કહ્યું, “મને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવીનતમ તકનીકો સહિત વિવિધ ક્ષેત્રોમાં અદ્ભુત પ્રોજેક્ટ્સ પર કામ કરતા વિદ્યાર્થીઓના પ્રદર્શનનું નિરીક્ષણ કરવાનો વિશેષાધિકાર મળ્યો. “મારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આટલું અદ્ભુત પ્રદર્શન ગોઠવવા બદલ અભિનંદન આપવુ જોઇએ કે તેમણે મને સમજાવ્યુ કે નવી પેઢી શું વિચારે છે?