કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ‘સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)’ પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવી દિધો છે. ગૃહ મંત્રાલયે સોમવારે એટલેકે 9 જાન્યુઆરીએ X પર પોસ્ટ કરી આ પ્રતિબંધને લંબાવવાના આદેશની માહિતી શેર કરી હતી.
ગૃહ મંત્રાલયે પોસ્ટમાં લખ્યું છે કે આતંકવાદ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝીરો ટોલરન્સ અભિગમ અંતર્ગત ‘સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઑફ ઈન્ડિયા’ (SIMI)ને આગામી પાંચ વર્ષ માટે UAPA હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સિમી ભારતની સાર્વભૌમત્વ,સુરક્ષા અને અખંડિતતાને જોખમમાં નાખવા માટે, આતંકવાદને પ્રોત્સાહન આપવા તથા શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
2019માં પણ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) પર 1 ફેબ્રુઆરી 2014 ના રોજ ભારત સરકાર દ્વારા પ્રથમ વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2019માં પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો. યુપીના અલીગઢમાં 1977માં સ્થપાયેલી આ સંસ્થા ભારતને ઈસ્લામિક રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના એજન્ડા પર કામ કરે છે.
સિમીને સૌપ્રથમ 2001માં ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું અને તેના પર ઘણી વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સિમીના સભ્યો દેશમાં અનેક આતંકી હુમલાઓમાં સામેલ છે. જેમાં 2014માં ભોપાલ જેલ બ્રેક, 2014માં બેંગલુરુમાં એમ ચિન્નવામી સ્ટેડિયમ બ્લાસ્ટ અને 2017માં બિહારના ગયામાં બ્લાસ્ટનો સમાવેશ થાય છે.