નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે (1 ફેબ્રુઆરી) મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કર્યું. જોકે, ચૂંટણીનું વર્ષ હોવાથી આ પૂર્ણ નહીં પરંતુ વચગાળાનું બજેટ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે (1 ફેબ્રુઆરી) મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કર્યું. જોકે, ચૂંટણીનું વર્ષ હોવાથી આ પૂર્ણ નહીં પરંતુ વચગાળાનું બજેટ છે. પોતાના બજેટ ભાષણમાં સીતારામને મોટી જાહેરાત કરતા કહ્યું કે રાજ્યોને 50 વર્ષ માટે 75000 કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે.
નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યને હાંસલ કરવા માટે રાજ્યોમાં સુધારા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ઘણા સુધારા કરવામાં આવ્યા છે. સીતારમણે કહ્યું કે આ વિઝનને સાકાર કરવા માટે રાજ્યોને નાણાકીય સહાયની જરૂર છે અને આ દિશામાં આગળ વધવા માટે તેમને 50 વર્ષ માટે 75,000 કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. રાજ્યોને ટેકો આપવા માટે આ વર્ષે વ્યાજમુક્ત લોનની દરખાસ્ત કરવામાં આવી છે, જે રાજ્યોની સ્થિતિ સુધારવા માટે માઈલસ્ટોન તરીકે કામ કરશે. સીતારમણે કહ્યું કે આ વર્ષે પણ રાજ્યોને કેન્દ્રનું સમર્થન ચાલુ રહેશે.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે બજેટ ભાષણમાં મૂડી રોકાણને લઈને રાજ્યો માટે વિશેષ સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, સરકારે 50 વર્ષ માટે વ્યાજમુક્ત લોન તરીકે કુલ 1.3 લાખ કરોડ રૂપિયા સુધીની રકમ આપવાની જાહેરાત કરી હતી. આ પછી, નાણાં મંત્રાલયે થોડા મહિનાઓ પછી માહિતી આપી હતી કે આ યોજના હેઠળ, 16 રાજ્યોને 56,415 કરોડ રૂપિયાના મૂડી રોકાણ પ્રસ્તાવોને લીલી ઝંડી આપવામાં આવી છે. હવે આ વર્ષ માટે 75,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ધિરાણ રાજ્યોને આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, પાણી પુરવઠો, વીજળી, રસ્તા, પુલ અને રેલ્વે સહિતના વિવિધ ક્ષેત્રોમાં મૂડી રોકાણના પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં મદદ કરશે.