કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે તુવેર,ચણા અને રયાડા પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે,સરકાર તુવેર રૂ.૭૦૦૦ પ્રતિ કિવ,ચણા રૂ.૫૪૪૦ પ્રતિ કિવ.અને રાયડો રૂ.૫૬૫૦ પ્રતિ ક્વિ.ના ભાવે ખરીદી કરશે,ખેડૂતો આગામી તા-૫ ફેબ્રુઆરીથી ૨૯ ફેબ્રુઆરી સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે.