એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ દેશના કરોડો કર્મચારીઓને મોટી ભેટ આપી છે. EPFOએ શનિવારે નાણાકીય વર્ષ 2023-24 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર 8.25 ટકાનો ઊંચો વ્યાજ દર નક્કી કર્યો છે. છેલ્લા 3 વર્ષમાં આ સૌથી વધુ વ્યાજ દર છે. અગાઉ માર્ચ 2023માં, EPFOએ 2022-23 માટે EPF પરનો વ્યાજ દર 2021-22 માટે 8.10 ટકાથી વધારીને 8.15 ટકા કર્યો હતો.
6 કરોડ કર્મચારીઓને ફાયદો થશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ના નિર્ણય પછી, નાણાકીય વર્ષ 2023-24 માટે EPF પર વ્યાજ દર સંમતિ માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે. નાણા મંત્રાલયની મંજૂરી પછી, 2023-24 માટે EPF પર વ્યાજ દર EPFOના 6 કરોડથી વધુ ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવશે. જણાવી દઈએ કે EPFO નાણા મંત્રાલયની સંમતિ પછી જ EPF પર વ્યાજ દર આપે છે.
2014-15માં વ્યાજ દર 8.75 ટકા હતો
EPFOએ નાણાકીય વર્ષ 2019-20 માટે પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ પરનો વ્યાજ દર 2018-19 માટે 8.65 ટકાથી ઘટાડીને માર્ચ 2020માં 8.5 ટકાના 7 વર્ષના નીચા સ્તરે કર્યો હતો. EPFOએ નાણાકીય વર્ષ 2016-17માં તેના ગ્રાહકોને 8.65 ટકા અને નાણાકીય વર્ષ 2017-18માં 8.55 ટકા વ્યાજ દર આપ્યું હતું. નાણાકીય વર્ષ 2013-14 અને 2014-15માં EPFOએ 8.75 ટકા વ્યાજ આપ્યું હતું.