સુરત: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 12 ફેબ્રુઆરી, 2024ના રોજ સુરતની મુલાકાત લેશે. તેઓ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT)ના 20મા પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ સમારોહ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાશે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ઉપસ્થિત રહેશે.
પદવીદાન સમારોહમાં 12 વિદ્યાશાખાના અંદાજિત 1,434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. 126 પી.એચડી., 805 બી.ટેક, 355 એમ.ટેક અને પાંચ વર્ષના ઇન્ટીગ્રેટેડ એમ.સી.ના 148 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. 22 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થિનીઓ મળી કુલ 28 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે. 293 વિદ્યાર્થિઓનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિ મુર્મુ સુરતના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે મંગળવારે વલસાડ જશે.રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલી વખત સુરત આવશે અને રાત્રિ રોકાણ પણ કરશે.આ એક ઐતિહાસિક પ્રસંગ છે અને SVNITના વિદ્યાર્થીઓ અને સમગ્ર સુરત શહેર માટે ગૌરવની વાત છે.