વર્ષ ૨૦૨૪ થી ૨૦૩૩ સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રકિયા હાલ ચાલુ છે જેમાં આગામી સમયમાં ૧.૩૦ લાખ થી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત GADને મળી છે,વર્ષ ૨૦૨૪માં કુલ ૨૧,૦૮૪ જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું,જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૭,૪૫૯ જગ્યાઓ,પોલીસ ભરતી બોર્ડ દ્વારા ૧૨,૦૦૦ હજાર જગ્યાઓ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ૧,૬૨૫ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.