વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં છે.તેઓએ અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યુ હતુ.આ પાવન ઘડીએ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સહિત BAPS નો સંતો ઉપસ્થિત હતા.ત્યારબાદ વડાપ્રધાન મોદીએ ભગવાન અક્ષરપુરુષોત્તમ મહારાજની પૂજન-અર્ચન અને આરતી કર્યા હતા.અહીં મહંત સ્વામી મહારાજે વડાપ્રધાન મોદીને રણમાં ખીલતા કમળ પુષ્પની માળા પહેરાવી તેમની પ્રગતી અને યશ પ્રાપ્ત થાય તેવા આશિર્વાદ આપ્યા હતા.તો PM મોદીએ મંદિરની ભવ્યતાના દર્શન પણ કર્યા હતા.