સુરેન્દ્રનગર જિલ્લાના દેવપરા ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરની ઘટનામાં 3 મજૂરોના મોત થયા છે. ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણ ખોદવા માટે જીલેટીનના ટેટા ફોડવામાં આવ્યો હતો,જિલેટીનનો ઉપયોગ કરીને મજૂરોને કાર્બોસેલ કાઢવા માટે ગેરકાયદેસર ખાણમાં ઉતારવામાં આવ્યા હતા. હજુ પણ 3 મજૂરોની હાલત ગંભીર મૃતક તમામ 3 મજૂરોની ડેડબોડીને પીએમ માટે મુળી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી,પોલીસ ટીમે ઘટનાની જાણ થતાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો.