મોટી ટેક કંપનીઓનું સંચાલન કરતા લોકો ટેકનોલોજીનો કેટલો ઉપયોગ કરે છે? ઘણી વખત આ પ્રશ્ન લોકોના મનમાં આવે છે. આવા જ કેટલાક સવાલોના જવાબ ગુગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ આપ્યા છે. તેમણે વર્ષ 2021માં આપેલા ઈન્ટરવ્યુમાં તેમની ટેક સંબંધિત આદતોનો ખુલાસો કર્યો હતો.
સુંદર પિચાઈએ જણાવ્યું કે તે અલગ-અલગ કારણોસર 20 થી વધુ ફોન વાપરે છે. જ્યાં લોકો માટે એક-બે ફોનને સાચવવા મુશ્કેલ બની જાય છે ત્યાં સુંદર પિચાઈ 20 થી વધુ ફોન વાપરે છે. પિચાઈએ કહ્યું કે તેમણે ગૂગલની તમામ સેવાઓને ચેક કરવા માટે આ કરવું પડશે.
આ સિવાય તેમણે આ ઈન્ટરવ્યુમાં અન્ય ઘણા ખુલાસા પણ કર્યા છે. જ્યારે તેમને તેના એકાઉન્ટની સુરક્ષા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે વારંવાર પાસવર્ડ બદલતો નથી. તેના બદલે, તેઓ વધારાની સુરક્ષા માટે ટુ સ્ટેપ વેરીફિકેશનનો ઉપયોગ કરે છે.