ભારતના અગ્રણી વકીલોમાંના એક ફલી એસ નરીમનનું નિધન થયું છે. તેમણે આજે 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની ઓફિસે આ માહિતી આપી છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સરકાર દરમિયાન તેઓ એડિશનલ સોલિસિટર જનરલ હતા. ફલી નરીમાને નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશનના પ્રખ્યાત કેસ સહિત અનેક સીમાચિહ્નરૂપ કેસોની દલીલ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. 10 જાન્યુઆરી, 1929ના રોજ જન્મેલા નરીમને 1972 અને 1975 વચ્ચે એડિશનલ સોલિસિટર જનરલ તરીકે કામ કર્યું હતું. તેમણે ઈમરજન્સી દરમિયાન આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ફલી નરીમાનને જાન્યુઆરી 1991માં પદ્મ ભૂષણ મળ્યો હતો અને 2007માં તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમના પુત્ર રોહિન્ટન નરીમન સુપ્રીમ કોર્ટના જજ હતા.