પાક પર એમએસપીની ગેરંટીની માંગણી કરી રહેલા ખેડૂત સંગઠનોની કેન્દ્ર સરકાર સાથેની ચાર રાઉન્ડની વાતચીતનું કોઈ પરિણામ ન આવતા સરકાર સાથે વાત ન બનતા હવે ખેડૂત સંગઠનોએ પોતાના આંદોલનને તેજ કરતા દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી દીધી છે,દરમિયાન કેન્દ્રીય એજન્સીઓનો અંદાજ છે કે લગભગ 14 હજાર ખેડૂતો હરિયાણા અને પંજાબને જોડતી શંભુ બોર્ડર પર એકઠા થયા છે. આ ખેડૂતો પાસે લગભગ 1,200 ટ્રેક્ટર અને 300 કાર છે, તેમની પાસે અન્ય કેટલાક વાહનો પણ છે. આ બધાને કારણે આ લોકો દિલ્હી જવા માંગે છે અને તેના કારણે હરિયાણા પ્રશાસન તેમને તેમના રાજ્યની સરહદ પર રાખવા માંગે છે.