ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન બુકની પરીક્ષા લેવા માટે CBSE નિર્ણય કર્યો છે.પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં વધી રહેલા તણાવને લઈને સીબીએસસી દ્વારા આ પ્રકારનો પ્રયોગ કરશે . આ પ્રસ્તાવ સીબીએસઈની જનરલ બોડીની બેઠકમાં ઔપચારિક રીતે મૂકવામાં આવ્યો છે.આ માટે અત્યાર સુધી માત્ર થોડીક શાળાઓની પસંદગી પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલીકરણ કરવામાં આવશે. નવેમ્બરથી ડિસેમ્બર-2024 દરમિયાન ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક ટેસ્ટ યોજાશે.NCFSE ની ભલામણો મુજબ, ફક્ત અંગ્રેજી,વિજ્ઞાન,ગણિત અને જીવવિજ્ઞાન માટે ઓપન બુક ટેસ્ટ થશે.