અલ્લાહાબાદ હાઈકોર્ટે પારિવારિક સંપત્તિ પર ચાલી રહેલા એક વિવાદમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, પતિ દ્વારા પોતાની પત્નીના નામ પર કોઈ સંપત્તિ ખરીદી હોય તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો તે સંપત્તિને પારિવારિક સંપત્તિ ગણવામાં આવશે,હાઈકોર્ટે પોતાના ચુકાદામાં તે પણ સ્પષ્ટ કર્યું છે કે જો મહિલાએ પોતાની કમાણીથી સંપત્તિ ખરીદી છે,તો પરિવારના સભ્યોનો સંપત્તિ અધિકાર રહેશે નહીં,જો મહિલા ગૃહિણી હોય અને તેના નામે સંપત્તિ ખરીદવામાં આવી હોય તો જ અધિકાર ગણાશે.