અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક સાથે તૈયાર કરવામાં આવ્યું હતું.આ જ સ્ટેશનને 4 હજાર કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવાનો નિર્ણય કરાયો છે. આ સ્ટેશનની ડિઝાઇન ન્યુયોર્કના હડસન હાઇલાઇન પાર્ક પરથી તૈયાર કરવામાં આવી છે.સ્ટેશન પર બુલેટ ટ્રેન,મધ્યમાં પશ્ચિમ રેલવેની ટ્રેનો અને જમીનમાં મેટ્રોટેન હશે. આગામી 26 તારીખના રોજ વડાપ્રધાન મોદીની લીલીઝંડી મળ્યા બાદ પહેલા ફેઝની કામગીરી શરુ કરવામાં આવશે,અત્યારનું કાલુપુર રેલવે સ્ટેશન સંપૂર્ણ બાંધકામ કરીને નવું બનાવવામાં આવશે