અમદાવાદ જિલ્લાના માંડલ અંધાપાકાંડ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં સ્થાનિક વહીવટીતંત્રની બેદરકારીના લીધે માંડલ અંધાપાકાંડ થયાની કબૂલાત છે,તેમજ હાઈકોર્ટમાં સુઓ મોટો પિટિશનની સુનાવણી વખતે સરકારે સોગંદનામુ કર્યું હતુ. તેમાં ગાઈડલાઈન્સનું પાલન ન થયું, લાયકાત વિનાનો સ્ટાફ, ટ્રસ્ટીઓની ખામી સામે આવી છે.