રિલાયન્સ ફાઉન્ડેશને વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ સેન્ટર વંતરાની જાહેરાત કરી છે,અનંત અંબાણીએ જણાવ્યું કે અમે કોવિડ સમયે જ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ સેન્ટર બિલ્ડિંગ શરૂ કર્યુ હતું,જેમાં અમે 600 એકરનું જંગલ બનાવ્યું છે,જેમાં હાથીઓ માટે આખું રહેઠાણ બનાવ્યું છે,જેમાં વર્ષ 2008માં અમે અમારા પ્રથમ હાથીને બચાવ્યો,ધ ગ્રીન્સ ઝૂલોજિકલ રેસ્ક્યુ સેન્ટર 2020માં શરૂ થયું અમારી પાસે પ્રાણીશાસ્ત્ર સંશોધન અને બચાવ કેન્દ્ર માટે કુલ 3,000 લોકો કામ કરે છે. તેમાંથી, અમારી પાસે આશરે 20,30 એક્સપર્ટ છે,જેમાં તમામ એક્સપર્ટસ શિક્ષકો અથવા પ્રોફેસરની ભૂમિકામાં છે,અમે જેમ વિવિધ પૃષ્ઠ ભૂમિમાંથી વેટરનરી ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર યુવાન સ્નાતકોની ભરતી કરીએ છીએ,જેમાં અમારી પાસે કેટલાક માનવ ડોકટરો પણ છે જેઓ પ્રાણીઓ પ્રત્યે અત્યંત ઉત્સાહી છે..