રાજકોટમાં આવકવેરા વિભાગે વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઓરબીટ બેરિંગ ગ્રૂપ અને તેની સાથે સંકળાયેલા 15 સ્થળોએ આવેક વેરા વિભાગે દરોડા પાડ્યા છે. કર ચોરીનાં ઘણા ગેરકાયદેસર ટ્રાન્જેક્શન બહાર આવી શકે છે
રાજકોટમાં રિયલ એસ્ટેટના બે મોટા ગ્રુપ લાડાણી એસોસિયેટ્સ અને ઓરબીટ ઉપર ઇન્કમટેક્સ વિભાગ દ્વાકા આજ સવારથી જ તવાઈ બોલાવવામાં આવી રહી છે. રાજકોટના મોટા માથા ગણાતા દિલીપભાઈ લાડાણી અને વિનેશભાઈ પટેલ સહિત અનેક મોટા માથાઓને ત્યાં ઇન્કમટેક્સ દ્વારા રેડ પાડવામાં આવી છે. શહેરમાં કુલ 28 જગ્યાએ દરોડા અને સર્વેની કાર્યવાહી ચાલી રહી છે.તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે.
ઇડીના એડિશનલ ડિરેક્ટર ધર્મેન્દ્ર મીના દ્વારા સાજુનું સ્ટેટમેન્ટ લેવાની મંજૂરી માગતી અરજી કરાઈ હતી. જે કોર્ટે મંજૂર રાખતા હવે આગામી 1લી અને 2 માર્ચના રોજ ઇડી સાજુની પુછપરછ કરશે. ઈડીએ જાણવા માગે છે કે, ક્રાઇમ મારફત સાજુએ કેટલી માલ-મિલકત જમા કરાવી છે. હવાલાનો કોઈ મામલો છે કે કેમ અને બેનામી મિલકતો કેટલી છે. તપાસ માટે ઇડીએ છ ગુના પસંદ કર્યા ઇડીએ કુલ છ ગુનાના કેસમાં સાજુ સામે તપાસ શરૂ કરી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ, ઉમરા, પોલીસ હેડ ક્વાટર્સ, અઠવાલાઇન્સ પોલીસ મથકના બે ગુના અને રાંદેર પોલીસના એક ગુનાનો સમાવેશ થાય છે. સાજુ કોઠારીએ અશરફ કુરેશીના કેસમાં પણ કરોડોની ચિટિંગ કરી હોવાની આશંકને લઈ રૂપિયા બાબતે પણ ઇડીએ આડકતરી રીતે તપાસ આદરી છે.