ISRO ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ બાદ હવે ગગનયાનને લઇને તૈયારીઓ આરંભાઇ છે. ત્યારે વડાપ્રધાન પણ કેરળના તિરૂવંતપૂરમમાં છે. આ દરમ્યાન ઈસરોના વડાએ પીએમ મોદીને ગગનયાન કાર્યક્રમ અને વિવિધ ઉપકરણો વિશે પણ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગગનયાન માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ અંતર્ગત તૈયાર થયેલી યંત્ર છે.જેના થકી મનુષ્યને ચંદ્રની સપાટી પર મોકલવાની ગણતરી છે.
ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવકાશમાં ભારતના પ્રથમ માનવ મિશનમાં જનાર ચાર ભારતીયોનું સન્માન કર્યું હતું.અવકાશયાત્રીઓમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે.તમને જણાવી દઈએ કે, ગગનયાન મિશનએ ભારતનો પહેલો માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ છે.જેના માટે ઈસરોના વિવિધ કેન્દ્રોમાં વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે.
વડાપ્રધાન મોદીએ આ તકે જણાવ્યુ હતુ કે આજે આપણે બધા એક ઐતિહાસિક યાત્રાના સાક્ષી છીએ. દેશ આજે ચાર ગગનયાન યાત્રીઓ સાથે પરિચિત થયો છે.ત્યારે આ માત્ર ચાર નામ અને ચાર મનુષ્યો નથી. આ લોકો 140 કરોડ દેશવાસીઓને અતંરિક્ષમાં લઇ જનાર શક્તિ છે. 40 વર્ષ પછી કોઈ ભારતીય અવકાશમાં જઈ રહ્યું છે. પણ આ વખતે સમય પણ આપણો છે. ગણતરી પણ આપણી છે. અને રોકેટ પણ આપણું છે.