સૌરાષ્ટ્ર,ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે,ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક ની જાહેરાત કરાતા યાર્ડની બહાર બન્ને બાજુ ઘઉં ભરેલા વાહનોની 3 થી 4 કી.મી. લાંબી વાહનોની લાઇન લાગી ત્યારે આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક કરતા 15 થી 20 હજાર ગુણી ઘઉંની આવક જોવા મળી હતી. ઘઉંની હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 400/- થી લઈને 650/- સુધીના બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.