શેર બજાર આજે બુધવારે રેડ ઝોનમાં બંધ થયુ હતુ.મુખ્ય સૂચકાંકની વાત કરીએ તો સેન્સેક્સ 790.34 પોઈન્ટના ઘટાડા સાથે 72,304.88 ના સ્તરે બંધ થયો.તો બીજી તરફ નિફ્ટી પણ 247.20 પોઈન્ટ લપસીને 21,951.15 ના સ્તરે બંધ રહ્યો અને 22 હજારની સપાટી ગુમાવી હતી.શેરબજારમાં ફ્યુચર્સ ટ્રેડિંગની માસિક એક્સપાયરી પહેલા જ નિફ્ટી 22,000ની નીચે સરકી ગયો હતો.તે જ સમયે,સેન્સેક્સ લગભગ એક ટકા ઘટીને 72,300 ના સ્તર પર પહોંચી ગયો.