બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાવ, થરાદ અને લાખણી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. લાખણીના કુડા, કોટડા, ડેરા તેમજ સહિતના ગામોમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા આવ્યા છે.તો આ તરફ વાવના રાધાનેસડા, કુંડાળીયા, માવસરી સહિત ગોમોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. જીરું,ઘઉં અને વરિયાળીના પાકને નુકસાન થવાની આશંકા સેવાઇ રહી છે. તૈયાર પાકની લણણી સમયે માવઠું થતા ભારે નુકસાન થઇ સકે તેવી ભીતિ સેવાઇ રહી છે.