મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ આજે અયોધ્યા જવા રવાના થશે. અમદાવાદ એરપોર્ટ ખાતેથી સૌ મંત્રીમંડળ સાથે સીએમ અયોધ્યા જશે. જ્યાં રામલલ્લાના દર્શન કરશે.,તેમની સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સહિત દંડક ટીમ પણ જોડાશે. 11 વાગે તેઓ અયોધ્યા પહોંચશે.અને 11.30થી 12.00 કલાક દરમિયાન દર્શન કરશે. સાથે જ તેઓ સરયુ નદી સમીપે ટેન્ટ સિટીની પણ મુલાકાત કરશે. જે બાદ મોડી સાંજે અમદાવાદ પરત આવશે.