ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા
કહ્યું કે પીએમ મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ મળેલી પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત
પ્રદેશોની લોકસભા સીટો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. હતા, જેની આજે અમે જાહેરાત કરી રહ્યા છીએ.લોકસભા
ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીએ દેશની 195 બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી
જાહેર કરી છે.જેમાં ગુજરાતની કુલ 26 માથી 15 બેઠકોના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
છે.તેમાં કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે.તો આ
સાથે 10 સાંસદોને રિપિટ કર્યા છે.તો પાંચ નવા ચહેરાને સ્થાન અપાયુ છે.તેમાં બનાસકાંઠા
બેઠક પર મહિલા ઉમેદવાર તરીકે ડો.રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામા આવી છે.
– લોકસભા
માટે 15 ઉમેદવારોની જાહેરાત.10 રિપીટ,પાંચ
નવા ચેહરા
1. કચ્છ
– વિનોદભાઈ ચાવડામ
2. બનાસકાંઠા
– રેખાબેન ચૌધરી
3. પાટણ
– ભરતસિંહ ડાભી
4. ગાંધીનગર
– અમિત શાહ
5. અમદાવાદ
પશ્ચિમ – દિનેશ મકવાણા
6. રાજકોટ
– પરષોતમ રૂપલા
7. પોરબંદર
– મનસુખ માંડવિયા
8. જામનગર
– પૂનમબેન માડમ
9. આણંદ
– મિતેષ પટેલ
10. ખેડા – દેવુસિંહ ચૌહાણ
11. પંચમહાલ
– રાજપાલસિંહ જાદવ
12. દાહોદ
– જસવંત સિંહ
13. ભરૂચ
– મનસુખ વસાવા
14. નવસારી
– સી.આર.પાટીલ
15. બારડોલી – પ્રભુભાઈ વસાવા