ગુજરાતના ઐતિહાસિક શહેરોમાં મોખરાનું સ્થાન ધરાવતુ નગર એટલે ઉત્તર ગુરાતનું પાટણ શહેર એક સમયયે તેનું નામ અણહિલપુર પાટણ હતુ.આજે આ પાટણ નગરનો 1279 મો સ્થાપના દિવસ છે.તેની ઉજવણી આજે દિવસભર થશે તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે.
પાટણના ભવ્ય ઈતિહાસ પર નજર કરીએ તો પાટણ નગરની સ્થાપના વિક્રમ સંવત 802 મહાવદ સાતમને શનિવારના દિવસે થઈ હતી.રાજપૂત રાજવી વીર રાજા વનરાજસિંહ ચાવડાએ પાટણની સ્થાપના કરી હતી.
વનરાજ ચાવડાએ તેમના મિત્ર અણહિલ ભરવાડના નામ પર પરથી અણહિલપુર પાટણ વસાવ્યુ હતુંવિક્રમ સંવત 802 થી 998 સુધી ચાવડા વંશજોએ પાટણ પર રાજ કર્યું હતું.તેના બાદ વિક્રમ સંવત 900 થી 1300 સુધી સોલંકી વંશે રાજ કર્યું.આ સોલંકી કાળ એ પાટણ માટે સુવર્ણ યુગ કહેવાય છે કારણ કે આ સમયગાળામાં પાટણ નગરમા અનેત ઐથિહાસિક સ્થાપત્યોનું નિર્માણ કરવામાં આવ્યુ જેમાં કિલ્લાઓ,તળાવો,દરવાજા સહિતના સ્થાપત્યો બંધાવ્યા.સોલંકી કાળના રાજવી સિદ્ધરાજ જયસિંહે અનેક સ્થાપત્યો બંધાવ્યા તેમાં સહસ્ત્રલિંગ તળાવ આજે પણ વિદ્યમાન છે.આ તળાવના ફરતે સિદ્ધરાજ જયસિંહ સોલંકીએ 1000 શિવાલયો બનાવ્યા હતા.તો મુખ્ય શિવાલયમાં તે નિત્ય પૂજા-અર્ચના કરતા હતા.
પાટણની રાણીની વાવ પણ વિશ્વ વિખ્યાત છે.રાજા ભિમદેવની યાદમાં તેમની રાણી ઉદયમતીએ આ વાવ બંધાવી હતી.તે આજે રાણીની વાવ તરીકે ઓળખાય છે.આ વાવ એટલે શિલ્પ-સ્થાપત્ય કળાનું ઉત્તમ સ્થાપત્ય છે.સાત માળની આ વાવમાં ભગવાન વિષ્ણુના દશાવતાર અને રામાયણ તેમજ મહાભારત સમયથી મળી કુલ 432 પ્રતિમાઓ તેમજ અદભૂત કોતરણી આકર્ષણ રૂપ છે.તો યુનેસ્કોએ પાટણની આ રાણીની વાવને વિશ્વ વિરાસતમાં સ્થાન આપ્યુ છે.તો ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા 100ની નવી ચલણી નોટ પર રાણીની વાવનું ચિત્ર અંકિત કરાવીને તેની ઓળખ વધારી છે.આ વાવ નિહાળવા વર્ષે લાખો મુલાકાતીઓ આવે છે અને વાવ નિહાળી આશ્ચર્ય ચકીત થાય છે.
પાટણની વાત આવે અને તેના પટોળા કેમ ભૂલાય ? પાટણના મોંઘામુલા પટોળા પણ જાણીતા છે.પટોળાની સાડી જેટલી આકર્ષક છે તેટલી જ પવિત્ર માનવામાં આવે છે.પાટણના એક સમયના રાજવી કુમારપાળ દેસાઈએ મહારાષ્ટ્રથી 700 જેટલા પટોળા બનાવતા કસબી ગણાતા સાલવી પરીવારોને પાટણમાં વસાવી રાજ્યાશ્રય આપ્યો હતો.આ પરીવારો કુદરતી રંગે અને વૃક્ષોની છાલ વગેરે માંથી રેસા વગેરે થકી હાથવણાટ થકી પટોળા બનાવતા અને સંપૂર્ણ નેચરલ પટોળાનમાં સોના-ચાંદીના તાર પણ વણતા.ડબલ ઈકટ પાટણના પટોળા વિશે કહેવાય છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફિટે નહી.એવા પટોળાને ગુજરાતી ફિલ્મોના ગીતોમાં પણ સ્થાન મળ્યુ છે.એવું મોંઘા મુલુ પાટણનુ પટોળુ પાટણ માટે ગૌરવ પૂર્ણ છે.
પાટણ ફરતે આવેલા કિલ્લા,આ કિલ્લામા આવેલ 12 કલાત્મક દરવાજા અને એક બારી,વીર મેઘમાયાનું મંદિર જેમણે પાટણ માટે પોતાનું બલિદાન આપ્યુ હતુ.તો જસમા એડણનુ સ્થાન જેના પરથી ગુજરાત સરકારે મહિલાઓ માટે યોજના બનાવી છે.સાથે જ સિદ્ધિ સરોવર અને આનંદ સરોવર પણ ઓળખ છે.
તો વળી પાટણ શહેર કોમી એખલાસ તરીકે જણ જાણીતુ છે.કહેવાય છે કે પાટણ શહેરમાં એક હજાર શિવાયલો,એક હજાર જીનાલયો અને લગભગ એટલી જ દરગાહ આવેલી છે.
આજકાલ પાટણ શહેર શિક્ષણ તેમજ આરોગ્યની નગરી છે.જ્યાં ભણવા અને આરોગ્યની સારવાર મેળવવા છેક રાજસ્થાન સુધીના લોકો આવે છે.શિક્ષણ માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનુવર્સિટી આ વિસ્તારવના ગરીબ અને મધ્યવર્ગના વિદ્યાર્થીઓ માટે આશિરવાદરૂપ બની છે.
વર્ષ 2005 માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાન ગુજરાતી વ્યાકરણ ગ્રંથ સિદ્ધહેમશબ્દાનુંશાસનના રચનાકાર આચાર્ય હેમચંદ્રાચાર્યજીનું નામ જોડી પાટણની યુનિવર્નાસિટીનું નવુ નામાભિધાન કરવામાં આવ્યુ અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ત્યારથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તરીકે ઓળખાતી થઈ છે.
આ પ્રકારે પાટણ એક ઐતિહાસિક નગર છે જે એક સમયે 500 વર્ષ સુધી ગુજરાતની રાજધાનીનું શહેર પણ રહ્યુ છે. તે પાટણના સ્થાપના દિવસે સમસ્ત પાટણવસીઓને અનેક અનેક શુભેચ્છાઓ પાછવી ઘટે છે.તો આ નિમિત્તે પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.