નોટ ફોર વોટ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે.હવે જો સાંસદો ગૃહમાં ભાષણ આપવા કે વોટ આપવા માટે પૈસા લે છે તો તેમની સામે કેસ ચાલી શકે છે.એટલે કે હવે તેમને આ મામલામાં કાનૂની પ્રતિરક્ષા નહીં મળે.સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે મોટો નિર્ણય સંભળાવ્યો છે અને અગાઉના નિર્ણયને પલટી નાખ્યો છે.
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે નરસિમ્હા રાવના 1998ના નિર્ણયને રદ્ કરી દીધો છે.1998 માં,5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 3:2 ની બહુમતી સાથે નિર્ણય લીધો હતો કે આ મુદ્દા પર જનપ્રતિનિધિઓ સામે કાર્યવાહી કરી શકાતી નથી.પરંતુ,સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પલટાવવાને કારણે હવે સાંસદો કે ધારાસભ્યો ગૃહમાં મતદાન માટે લાંચ લઈને કાર્યવાહીથી બચી શકશે નહીં.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સાત જજોની બંધારણીય બેન્ચે આ મામલે પોતાનો સહમતી સાથે આ મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો હતો.મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત બંધારણીય બેન્ચમાં જસ્ટિસ એ.એસ. બોપન્ના,જસ્ટિસ એમ.એમ.સુંદરેશ,જસ્ટિસ પી.એસ.નરસિમ્હા,જસ્ટિસ જે.પી.પારડીવાલા,જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ હતા.