ગુજરાત એટલે કલા,સંસ્કૃતિ અને ધાર્મિક સમન્વય સમાન લોક મેળા માટે જાણીતુ રાજ્ય છે.સમયાંતરે ગુજરાતના નિનિધ વિસ્તારોમાં લોકમેળો યોજાતા હોય છે.જેમાં ખાસ કરીની નાગપંચમી,જન્માષ્ટમી અને મહાશિવરાત્રી દરમિયાન ભરાતા લોકમેળા આકર્ષણનું કેન્દ્ર તો છે જ પણ તે કલા,સંસ્કૃતિ,સામાજીક તેમજ ધાર્મિક સમન્વય સમાન છે.તો શક્તિપીઠ અંહાજીનો ભાદરવી પૂર્ણીમાનો મેળો તેમજ શક્તિપીઠ બહુચરાજીનો ચૈત્રી પૂર્ણીમાંનો લોકમેળો પણ જાણીતો છે.મેળાને મ્હાલવા સ્થાનિક લોકો પોતાના સામાજીક ઓળખ આવતા પોષાક સાથે મેળામા આવતા હોવાથી જે તે વિસ્તારનું લોકજીવન ધબકી ઉઠતુ હોય છે.અને આવો જ એલ મેળો એટલે જૂનાગઢમાં ભરાતો મહાશિવરાત્રીનો ભવનાથનો મેળો છે. જેનો આજથી પ્રરંભ થનાર છે.
ગુજરાતમાં આવેલ યાત્રાધામ તેમજ ધાર્મિક આસ્થાનું નગર એટલે જૂનાગઢ.જ્યાં વિદ્યમાન ગરવા ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે મહાશિવરાત્રી નિમિત્તે ભવનાથનો મેળો યોજાય છે.આ ભવનાથનો મેળો ગુજરાત રાજ્યના અગત્યના મેળાઓમાંનો એક છે.જૂનાગઢના ગિરનારની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ ભગવાનનું ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે.મંદિરના સ્વયંભૂ શિવલીંગની પૃષ્ઠભૂમિ અદભુત વનશ્રીથી રળિયામણી દેખાય છે.આ મેળો દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહાવદ અગિયારસથી મહાવદ અમાસથી ભરાય છે.
ભવનાથના મેળાનું ધાર્મિક મહત્વ જોઈએ તો મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ ભગવાન ભવનાથની પૂજા કરવામાં આવે છે.મહાપૂજાના દર્શન કરવા ગુજરાતના ખૂણે ખૂણેથી સાધુ-સંતો અને નાગા બાવાઓ ખુબ મોટી સંખ્યામાં આવે છે.દર્શનને આવતા લોકો માટે ઠેર ઠેર જગ્યાઓએ અન્નક્ષેત્ર પણો ખુલ્લા મુકાય છે.મહાવદ નોમના દિવસે ભગવાન ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે.આ સમયે નાગાબાવા હાથીઓ પર સવારી કરી શંખ ધ્વની કરતા અને જાતજાતના વાદ્યો વગાડતા મહાદેવનો જયનાદ કરતા જોવા મળે છે.
આ સ્થળે મુચકુંદ,ભર્તુહરિ અને ગુરુદત્તની ગુફાઓ પણ ખુબ પ્રખ્યાત છે અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા અને મેળો માણવા આવે છે.ખાસ કરીને આહિર અને મેર લોકોને માટે આ સ્થળ આસ્થા અને શ્રદ્ધાનું સ્થળ છે.મેળાના દિવસો દરમિયાન રાત્રે લોકસંગીત, રાસ-ગરબા અને ભજન-કીર્તનના કાર્યક્રમો પણ યોજવમાં છે.
ભવનાથના મેળાના સન્દર્ભમાં સ્કંદ પુરાણમાં એક દંતકથા છે.આ દંતકથા મુજબ શિવ-પાર્વતી રથમાં આકાશ માર્ગે જતા હતા ત્યારે તેમનું દિવ્ય ઘરેણું નીચે ભવનાથના મંદિર પાસે પડી જાય છે.આથી તેને ‘વસ્ત્રા પૂતક્ષેત્ર’ તરીકે ઓળખવામાં આવે છે.મહાશિવરાત્રીના દિવસે થતી મહાપૂજાના સમયે શંખોના ધ્વનિ સાથે નીકળેલું નાગાબાવાઓનું સરઘસ,તેઓનું મૃગીકુંડમાં સ્નાન અને ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક આધ્યાત્મિક અનુભવ હોય છે.
એક લોકવાયકા પ્રમાણે મૃગીકુંડમાં ન્હાવાથી લોકોને મોક્ષ મળે છે.નવનાથ અને 84 સિદ્ધોના સ્થાનક ગિરનારમાં ભર્તુહરિ,ગોપીચંદ અને અશ્વત્થામા જેવા સિદ્ધો રહે છે.અને શિવરાત્રીના દિવસે આ સિદ્ધ પુરુષો મૃગીકુંડમાં ન્હાવા માટે આવે છે.વળી એવી પણ માન્યતા છે કે સિદ્ધો પુરુષો એકવાર આ કુંડમાં ન્હાવા પડે છે પછી બહાર દેખાતા નથી.