સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આજે ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડનો સંપૂર્ણ ડેટા મોકલ્યો,SBIને મોટો ફટકો આપતા, સુપ્રીમ કોર્ટે ગઈકાલે ચૂંટણી બોન્ડ સંબંધિત માહિતી જાહેર કરવાની સમયમર્યાદા વધારવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી,સાથે જ કોર્ટે આદેશ આપ્યો હતો કે SBIએ 12 માર્ચના રોજ કામકાજના કલાકો પૂરા થતાં સુધીમાં ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ વિશે સંપૂર્ણ માહિતી આપવી જોઈએ.