વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. જેમા તેમણે પુનઃ વિકસિત કોચરબ આશ્રમનું લોકાર્પણ કર્યુ છે. મહાત્મા ગાંધીએ દેશમાં અંગ્રેજો સામે અહિંસાની લડત ચલાવવા માટે કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. અમદાવાદમાં પાલડી ખાતે આવેલો કોચરબ આશ્રમ ભારતની આઝાદીની ચળવળમાં અનેરું મહત્વ ધરાવે છે. આ મહત્ત્વના આશ્રમની કાયા પલટ થઇ છે. ત્યારે આજે આપણ જોઇએ કોચરબ આશ્રમ કેટલું બદલાયુ છે.