હરિયાણામાં મંગળવારે નાયબ સિંહ સૈનીના નેતૃત્વમાં નવી સરકારની રચના કરવામાં આવી હતી.નવા મુખ્યમંત્રીએ વિધાનસભાનું એક દિવસનું સત્ર બોલાવીને બહુમતી સાબિત કરી હતી. જો કે દરખાસ્ત પર મતદાન થયું ન હતું. વિશ્વાસ મત ધ્વનિ મતથી પસાર થયુ હતુ. હરિયાણાના નાયબ સિંહ સૈનીએ ગૃહમાં બહુમતી મેળવી છે.