લોકસભા ચૂંટણીનું એલાન ટુંક સમયમાં જ થવાનું છે. ત્યારે ભાજપ દ્વારા લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ છે. આ અગાઉ બીજી માર્ચે ભાજપે પહેલી યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં 15 ઉમેદવાર ગુજરાતના હતા. તો કોંગ્રેસે અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરી છે. જેમાં પહેલી યાદીમાં 39 ઉમેદવાર અને બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્યારે હવે ભાજપે ગુજરાતના સાત સહિત 72 ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે.
ગુજરાતના સાત ઉમેદવારોના નામ સામે
સાબરકાંઠાથી ભીખાજી દુધાજી ઠાકોર
અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ
ભાવનગરથી નિમુબેન બાંભણિયા
વડોદરાથી રંજનબેન ભટ્ટ
છોટા ઉદેપુરથી જશુભાઈ રાઠવા
સુરતથી મુકેશ ચંદ્રકાંત દલાલ
વલસાડથી ધવલ પટેલ
પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામ
પ્રથમ યાદી માં ભાજપે ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 51 ઉમેદવારો, મધ્યપ્રદેશમાં 24, પશ્ચિમ બંગાળમાં 20, ગુજરાતમાં 15, રાજસ્થાનમાં 15, કેરળમાં 12, તેલંગાણા, આસામ, છત્તીસગઢ અને ઝારખંડમાં 11-11, દિલ્હીમાં 5, ઉત્તરાખંડમાં 3, જમ્મુ અને કાશ્મીરમાં 2, ગોવા, ત્રિપુરા, આંદામાન અને નિકોબારમાં એક-એક, દમણ અને દીવની એક-એક બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા હતા. ભાજપની પ્રથમ યાદીમાં 30 અનુસૂચિત જાતિ અને 20 અનુસૂચિત જનજાતિના નેતાઓને સ્થાન મળ્યું છે. આ યાદીમાં એક ખ્રિસ્તી અને એક મુસ્લિમ ઉમેદવાર પણ સામેલ છે. ભાજપની આ યાદીમાં 28 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. પ્રથમ યાદીમાં 34 કેન્દ્રીય મંત્રીઓ અને ત્રણ મુખ્યમંત્રીઓને પણ ટિકિટ આપવામાં આવી છે. આમ, ભાજપ દ્વારા પ્રથમ યાદીમાં કુલ 195 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.