કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે ખાનગી સમાચાર એજન્સિ ANI ને આપીલી ખાસ મુલાકાતમાં દેશના વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો મુક્યા હતા.તેમાં ખાસ કરીને દેશમાં ચર્ચાસ્પદ CAA કાયદા અંગે વિગતે વાત કરી હતી.જેમાં સ્પષ્ટ થયુ કે તેઓ આ કાયદો લાગુ થયા બાદ પીછે હઠ કરવાના મુડમાં નથી. આ મુલાકાતમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું,”CAA કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં.આપણા દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ અમારો સાર્વભૌમ અધિકાર છે,અમે તેની સાથે ક્યારેય સમાધાન કરીશું નહીં.”એટલે વિપક્ષ આ મામલે રાજકીય રોટલા શેકવાનું બંધ કરે.