કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે. પૂર્વ સીએમ વિરુદ્ધ સગીર છોકરીની છેડતી કરવા બદલ FIR નોંધવામાં આવી છે. મામલો 2 ફેબ્રુઆરીનો બેંગલુરુનો છે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. 17 વર્ષની પીડિતાની ફરિયાદના આધારે બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં BS યેદિયુરપ્પા વિરુદ્ધ POCSO અને 354 (A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે કર્ણાટક ડીઆઈજીએ એડીજીપી હેઠળ કેસ સીઆઈડીને સોંપ્યો છે. યેદિયુરપ્પાએ કહ્યું, ‘મારી સામેના તમામ આરોપો ખોટા છે, પરંતુ હું અત્યારે કહી શકું નહીં કે તેની પાછળ કોઈ રાજકીય હેતુ છે.’