રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા 15 થી 17 માર્ચ દરમિયાન નાગપુરમાં યોજાઈ.જેનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે સર સંઘચાલક મોહનજી ભાગવતે પ્રથમ દિવસે સભાનો પ્રારંભ કરાવ્યો હતો.આ અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં શતાબ્દી વર્ષની ઉજવણીના એક્શન પ્લાન અંગે મંથન સત્ર થયુ.તો આજે RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં સરકાર્યવાહના પદ માટે દત્તાત્રેય હોસાબલે ફરીથી ચૂંટાયા હતા.જેમનુ સર સંઘચાલક મોહનજી ભાગવતે અભિવાદન કર્યુ હતુ.