ગુજરાત યુનિવનર્સિટી કેમ્પસમાં હુમલા મામલે બજરંગ દળનો દોવો,પ્રથમ હુમલો હારૂન અફઘાનીએ કર્યો,FIR દાખલ કરવા માંગ
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં હુમલા મામલે 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.25 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ મામલે હવે બજરંગ દળ પણ મેદાને આવ્યું છે.જેમાં તેમણે પણ વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે,કે પ્રથમ હુમલો મુસ્લીમ વિદ્યાર્થી હારૂન અફઘાનીએ કર્યો હતો.પરંતુ હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી,બજરંગ દળની આ માંગ છે કે તાત્કાલિક FIR દાખલ કરવામાં આવે.