નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સ્થાનિક શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જો કે આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો વધારા સાથે બંધ થયા છે. સેન્સેક્સમાં લગભગ 105 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી પણ 22050ની ઉપર મજબૂત રીતે બંધ થયો છે.આજે કારોબારમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે.