દેશની સર્વોચ્ચ અદાલતે આયુર્વેદિક કંપની પતંજલિના મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ અને યોગ ગુરુ રામદેનને આગામી સુનાવણીમાં હાજર થવા જણાવ્યુ છે.
સુપ્રીમ કોર્ટે પતંજલિ અને બાલકૃષ્ણને તિરસ્કારની નોટિસ મોકલી અને રોગોની સારવાર પર ભ્રામક જાહેરાતો અંગે તેમનો જવાબ માંગ્યો હતો,આ બાબાતનો તેઓએ જવાબ આપ્યો ન હતો ત્યારે જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે કંપની અને બાલકૃષ્ણની કોર્ટ દ્વારા અગાઉ જારી કરાયેલી નોટિસનો જવાબ દાખલ કરવામાં નિષ્ફળતાનો સખત અપવાદ લીધો.
બેન્ચે રામદેવને કારણ બતાવો નોટિસ પણ જારી કરી કે શા માટે તેમની સામે અવમાનનાની કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના વરિષ્ઠ વકીલ પી.એસ.પટવાલિયાએ અરજીમાં કહ્યું હતું કે પતંજલિએ દાવો કર્યો હતો કે યોગ અસ્થમા અને ડાયાબિટીસનો ‘સંપૂર્ણપણે ઈલાજ’ કરી શકે છે.ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ભ્રામક જાહેરાતો અંગે સલાહ અને માર્ગદર્શિકા જારી કરવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ સામે કોર્ટની અવમાનનાની નોટિસ પણ જારી કરી છે.
બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ બંનેને સુપ્રીમ કોર્ટે સમન્સ પાઠવ્યા હતા.સુપ્રીમ કોર્ટનું માનવું છે કે આ મામલામાં પ્રથમ દૃષ્ટિએ બંને પક્ષે કાયદાનું ઉલ્લંઘન થયું હતું.આ કેસની સુનાવણી બે અઠવાડિયા પછી થશે.