બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ પ્રચાર પ્રસાર શરૂ કર્યું,જ્યારે થરાદ શહેર સંગઠનના કાર્યકરો,હોદ્દેદારો સાથે થરાદ તાલુકા સહકારી સંઘ ખાતે વિધાનસભાના સંયોજક શૈલેષભાઈ પટેલ અને પ્રચારક યોગેશ નાયડુના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ,જેમાં થરાદ શહેર પ્રમુખ અજયભાઈ ઓઝા સહિત તમામ હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.