લોકસભા ચૂંટણીને લઇ હવે વિવિધ પક્ષો મતદારનો રિઝવવા પ્રયાસ કરશે. ત્યારે કોંગ્રેસ પણ તેના વાયદા જનતા સુધી લઇ જવા કવાયત હાથ ધરી છે. કોંગ્રેસ 6 એપ્રિલે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.જે બાદ ઉત્તર અને દક્ષિણ ભારતમાં બે મોટી રેલીઓ દ્વારા મેનિફેસ્ટોનો પ્રચાર અને વિતરણ પણ કરવામાં આવશે. જયપુરમાં ઉત્તર ભારતની રેલી યોજાશે. દક્ષિણ ભારતની રેલી હૈદરાબાદમાં યોજાશે.