લોકસભાની રાજકોટ બેઠક પર બીજેપીના ઉમેદવાર જાહેર થયેલા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના કારણે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાતા પરશોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજમાં દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને પરશોત્તમ રૂપાલાની સુરક્ષામાં પણ વધારો કરાયો,રાજકોટમાં સ્થીત પરશોત્તમ રૂપાલાના નિવાસ સ્થાન પર અને તેમના ભાજપ કાર્યાલયે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.