રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને જશે અને તેમને ‘ભારત રત્ન’થી સન્માનિત કરશે. આ નિર્ણય ભાજપના વરિષ્ઠ નેતાની તબિયતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમને તેમના ઘરે ‘ભારત રત્ન’ એનાયત કરશે.