રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડાં સામે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ આવ્યો,ત્યારે મામલો શાંત પાડવા ગોંડલના શેમળા ગામમાં જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ક્ષત્રિય સમાજની બેઠક બોલાવવામાં આવી,જયરાજસિહનાં શેમળા સ્થિત ગણેશગઢ ફાર્મહાઉસ ખાતે સમાજનાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ સંગઠનોના આગેવાનો આ બેઠકમાં સામેલ થયા ત્યારે પરસોત્તમ રૂપાલા બેઠકમાં પહોંચ્યા બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માંગી.