રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યભરમાં ગત 14 માર્ચથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે,આવકના દાખલાની માથાકૂટને લઈને આ ફોર્મ ભરવાની તારીખ 30 માર્ચ સુધી લંબાવવામાં આવી હતી,અમદાવાદમાં અત્યાર સુધીમાં 36 હજાર ફોર્મ ભરાયા જેમાંથી 10 હજાર ફોર્મ રિજેક્ટ થયા ત્યારે આ રિજેક્ટ થયેલા ફોર્મને સુધારણાની તક ત્રણ દિવસ માટે આપવામાં આવી છે.