રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ વિવાદ વકરી રહ્યો છે.ગોંડલમાં આ વાતને થાળે પાડવા ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યુ હતું. તે પછી મામલો બીચક્યો હતો. હવે આ વિવાદને શાંત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,ભાજપ પ્રદેશ પ્રમુખ મેદાનમાં ઉતર્યા.