રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિઓ સામેની ટિપ્પણીને લઈ રાજપૂત સમાજમાં ભારે રોષ છે.ભાજપ તરફથી વિરોધને ખાળવા બેઠકોનો દોર શરૂ કરાયો છે.વારંવારની માફી માંગવા છતા ક્ષત્રિય બહેનો પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવા પર અડગ છે.તે વચ્ચે પદ્મિનીબા એ અન્ન ઉપવાસ શરૂ કર્યા છે.તો રાજપૂતાણીઓએ રૂપાલાના ઘર સામે જૌહર કરવા ચિમકી આપી છે.ત્યારે કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીનો કવિતાના સ્વરમાં વીડિયો સામે આવ્યો છે.તેમણે કહ્યુ કે ક્ષત્રિય બહેનોને જૌહર કરવાની જરૂર નથી કારણ કે જવતલિયા હજુ ઘણા જીવે છે.