રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના માંડલગઢ વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિવેક ધાકડે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ વિવેક ધાકડે હાથની નસો કાપીને આપઘાત કર્યો હતો. પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.વિવેક ધાકડે બુધવારે 3 એપ્રિલ, 2024ના રોજ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ડૉ. સી.પી. જોશીના નોમિનેશનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન દોતાસરા સાથે સ્ટેજ પર પૂર્વ સીએમ અશોક ગેહલોત અને પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ પણ હાજર હતા. તેમની આત્મહત્યા લોકોમાં ચર્ચાનો વિષય બની છે. શા માટે આત્મહત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.